Gujarati ma Parval nu shak / Parval nu Bharelu shak / Pointed Gourd Sabji / Stuffed Pointed Gourd Sabji
પરવળનું શાક
સામગ્રી:
મસાલો બનાવવા માટે
250 gr પરવળ
નાની વાટકી શેકેલા
સીંગદાણાનો ભૂકો
2-3 ચમચી શેકેલા તલનો
ભૂકો
4-5 ચમચી કોપરાનું ખમણ
1/4 ચમચી હળદળ
1 ચમચી મરચું પાઉડર
2 ચમચી ધાણાજીરું
પાઉડર
1/4 ચમચી ગરમ મસાલો
1 નાની ચમચી ખાંડ
સ્વાદ અનુસાર મીઠું
વઘાર અને સજાવટ માટે
8-10 ચમચી તેલ
1/4 ચમચી રાઈ
1/4 ચમચી જીરું
1/5 ચમચી હીંગ
મસાલો બનાવવા માટે:
પેહલા એક થાળીમાં શેકેલા સીંગદાણા અને તલનો ભૂકો લઇ તેમાં કોપરાનું ખમણ, હળદળ, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, ગરમ મસાલો, ખાંડ, મીઠું નાખી સરખી રીતે મીકસ કરી લેવું.
હવે આ મસાલાને પરવળમાં સરખી રીતે ભરી દેવો.
પરવળને ઉભા કાપી તેમાંથી બીજ કાઢી નાખવા
તમે જોઈ શકો છો બધા પરવળમાં મસાલો ભરાઈ ગયો છે
હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકીશું, તેમાં રાય અને જીરું સાંતળી લેશું
તેમાં હીંગ અને પરવળ ને નાખીશું
પેનને 5 મીનીટ સુધી ધીમા કે માધ્યમ ગેસ પર ઢાંકીને રાખવું જેથી પરવળ સરખી રીતે ચડી જાય
પેન ના બદલે કૂકર પણ લઇ શકો છો
પરવળ ચડી ગયા છે,
હવે તેમાં બાકીનો વધેલો મસાલો છાંટી દેશું
થોડું પાણી નાખીશું જેથી મસાલો સરખો ભળી જાય
2 મીનીટ જેટલું પેનને ઢાંકી રાખીશું
શાક તૈયાર છે, હવે તેને સરવીંગ પ્લેટમાં કાઢી લેશું અને કોપરાના ખમણથી ગાર્નીશ કરીશું
Comments
Post a Comment