મકાઈના ડોડા નું શાક
સામગ્રી:
બાફેલી મકાઈ ના ટુકડા
જીણાં સમારેલા ટામેટા - 2 નંગ
જીણી સમારેલી ડુંગળી - 2 નંગ
જીણું સમારેલું આદુ - 2 નાની ચમચી
લસણ પેસ્ટ - 1/2 નાની ચમચી
જીણું સમારેલું લીલું મરચું - 1 નંગ
તેલ - 8 થી 10 ચમચી
જીરું - 1/4 નાની ચમચી
હળદર પાવડર - 1/4 નાની ચમચી
લાલ મરચું પાવડર - 1 ચમચી
ધાણાજીરું પાવડર - 2 ચમચી
ગરમ મસાલો - 1/2 ચમચી
ખાંડ - 1 ચમચી
દહીં - 1 વાટકો
મીઠું - સ્વાદ અનુસાર
ગારનીશ કરવા માટે કોથમીર
સૌપ્રથમ એક
પેન માં 8 થી 10 ચમચી તેલ મુકીશું ગેસ ને મીડીયમ જ્યોત પર રાખીશું
તેલ ગરમ થાય
ત્યાર બાદ તેમાં જીરું નાખીશું
જીરું તતળી જાય
ત્યાર બાદ તેમાં હિંગ નાખીશું
ત્યાર બાદ લસણ,
આદુ અને લીલી મરચી
નાખીશું
થોડી વાર સાંતળ્યા
બાદ જીણી સુધારેલી ડુંગળી અને મીઠું નાખીશું
ડુંગળી ગોલ્ડન
બ્રોવન થાઈ ત્યાં સુધી શેકવા દેશું,
ત્યાર બાદ હળદર
નાખીશું
હવે તેમાં જીણા
સુધારેલા ટામેટા નાખીશું
ટામેટા ચડી જાય
ત્યાર બાદ તેમાં લાલ મરચું, ધાણાજીરું અને
ગરમ મસાલો નાખી મિક્સ કરી દેશું
ત્યાર બાદ તેમાં
ખાંડ નાખીશું
જો અમેરિકન અથવા
સ્વીટ મકાઈ હોઈ તો તેમાં ખાંડ નાખવા ની જરૂર નથી કારણ કે તે મીઠી જ હોઈ છે.
થોડું પાણી ઉમેરીશું
થોડું પાણી ઉમેરીશું
ત્યાર બાદ તેમાં
મકાઈ ના ટુકડા નાખી ને સરખી રીતે મિક્સ કરી દેશું
મકાઈ બાફતી વખતે
તેમાં મીઠું નાખેલું છે જેથી વધારાનું મીઠું નાખવાની જરૂર નથી.
મકાઈ ના ટુકડા ને
સરખી રીતે મિક્સ કરી ને છેલ્લે દહીં નાખીશું, દહીં સરખું એકરસ થઇ જાય ત્યાં સુધી સરખી રીતે હલાવી લેસુ
શાક ને સેર્વિંગ બાઉલમાં
કાઢી અને કોથમીર થી ગાર્નિશ કરશુ
તો તૈયાર છે મકાઈ
ના ડોડા નું ગ્રેવી વાળું શાક જેને તમે રોટલી, પરોઠા કે બ્રેડ સાથે ખાઈ શકો છો.
Comments
Post a Comment