તરબૂચ નો હલવો
સામગ્રી:
ક્રશ કરેલો તરબૂચનો સફેદ ભાગ - 1 વાટકી
ઘી - 2 નાની ચમચી
ચણાનો લોટ / બેસન - 1 નાની ચમચી
સુજી - 1 નાની ચમચી
ખાંડ - 6 થી 7 ચમચી
એલચી પાવડર - એક ચપટી
ગેસ ની જ્યોત ધીમી રાખો, એક કડાઈ લો અને ઘી નાખો. તે
ઓગળે ત્યાં સુધી રાહ જુઓ.
તમે જ્યોત થોડી વધારી શકો છો
તેમાં બેસન અને સુજી ઉમેરો અને તેનો રંગ
ન બદલાય ત્યાં સુધી તેને સારી રીતે મીકસ કરો
તમે જોઈ શકો છો કે તેનો રંગ બદલાઈ રહ્યો
છે.
તરબૂચ ઉમેરો અને તેને બરાબર મીકસ કરો.
મેં દૂધ ઉમેર્યું નથી પરંતુ જો તમે ઈચ્છો
તો તમે અડધો કપ દૂધ ઉમેરી શકો છો.
તમે જોઈ શકો છો મીશરણ થોડું ઘાટું થઇ ગયું છે. હવે તેમાં ખાંડ નાખીને મીકસ
કરો.
તેમાં એલચી પાવડર ઉમેરી બરાબર મીકસ કરી
લો
ગેસની ફ્લેમને વધારી શકો છો
થોડા સમય માટે મીકસ કરો અને તે હવે પીરસવા માટે તૈયાર છે.
તેને બાઉલમાં નાંખો અને ડ્રાયફ્રૂટથી
ગાર્નિશ કરો.
Comments
Post a Comment